મહાકુંભ મેલા 2025 લાઈવ અપડેટ્સ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન વિશેષ કેબિનેટ બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું. મહાકુંભ મેલા 2025માં અત્યાર સુધીમાં 9.24 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે.

બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા
ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું, “આજની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ગંગા અને યમુનાને નમન કરું છું. કુંભના સમયે રાજકીય નિવેદન આપવું અશોભનિય છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન બધાને સદ્બુદ્ધિ આપે.”
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath along with Deputy CMs Keshav Prasad Maurya, Brajesh Pathak and other cabinet ministers take a holy dip in Triveni Sangam during the ongoing #Mahakumbh in Prayagraj. pic.twitter.com/6HO9YtfLyo
— ANI (@ANI) January 22, 2025
સીએમે ત્રિવેણી સંગમમાં પૂજા-અર્ચના કરી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમ ખાતે પૂજા-અર્ચના માટે ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટ મંત્રીઓ સાથે વિશેષ ડૂબકી લગાવી અને ત્રિવેણી સંગમનું પવિત્રત્વ અનુભવ્યું.
પ્રવાસી પક્ષીઓને ખવડાવ્યા દાણા
મુખ્યમંત્રીએ કુંભ મહોત્સવ દરમિયાન પ્રવાસી પક્ષીઓને દાણા ખવડાવ્યા, જે શ્રદ્ધાળુઓ માટે એક અનોખો દ્રશ્ય સાબિત થયો.
વિશેષ નૌકા પર સવાર થઈ ત્રિવેણી સંગમ પહોંચ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પહોંચવા માટે વિશેષ નૌકામાં સવાર થયા હતા.