Realme 14 Pro સિરીઝ આજે ભારતમાં પ્રથમ વખત સેલ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. કંપનીએ આ સીરિઝના બે નવા સ્માર્ટફોન, Realme 14 Pro 5G અને Realme 14 Pro+ 5G, ગયા અઠવાડિયે લોન્ચ કર્યા હતા. આ બંને ફોન તેમના યુનિક ફીચર્સ અને સુંદર ડિઝાઈન માટે ચર્ચામાં છે. ખાસ કરીને, રંગ બદલતા બેક પેનલના કારણે લોકોમાં આ ફોન માટે મોટી ઉત્સુકતા જોવા મળી રહી છે.

Realme 14 Pro અને 14 Pro+ માં શું છે ખાસ?
આ બંને ફોન તેમને મળતા ફીચર્સ અને પરફોર્મન્સને કારણે તેમના સેગમેન્ટમાં મજબૂત પ્રતસ્પર્ધી બન્યા છે. જો તમે એક પ્રીમિયમ દેખાવવાળું અને પ્રબળ ફીચર્સ ધરાવતું ફોન શોધી રહ્યા છો, તો આ તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. આવો, હવે તેના ફીચર્સ અને ઓફર્સની વિગતવાર માહિતી મેળવીએ.
Realme 14 Proના સ્પેસિફિકેશન્સ:
- ડિસ્પ્લે: Realme 14 Proમાં 6.77-ઇંચનું 1.5K ડ્યુઅલ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તેની પીક બ્રાઈટનેસ 4500 નિટ્સ છે, જેનાથી સ્ક્રીન ખાસ કરીને તેજસ્વી અને સ્પષ્ટ લાગે છે.
- પ્રોસેસર અને રેમ: આ ફોનમાં MediaTek Dimensity 7300 પ્રોસેસર છે, અને તેને 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યું છે. આ કમ્બિનેશન સ્પીડ અને સ્મૂથ એક્સપિરીયન્સની ખાતરી આપે છે.
- કેમેરા: ફોટોગ્રાફી માટે 50MPનો પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે. આ કેમેરા ડેટાયલ અને કલર ક્વાલિટી માટે ખૂબ પ્રસિદ્ધ છે.
- બેટરી અને ચાર્જિંગ: 6000mAhની બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. મિનિટોમાં જ આ ફોન સારી રીતે ચાર્જ થઈ જાય છે.

Realme 14 Pro+ના સ્પેસિફિકેશન્સ:
- ડિસ્પ્લે: Realme 14 Pro+માં 6.83-ઇંચનો 1.5K બેઝલ-લેસ ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ડિસ્પ્લે નિહાળવા માટે બહુ આકર્ષક લાગે છે.
- પ્રોસેસર અને રેમ: આ ફોન Snapdragon 7s Gen 3 પ્રોસેસરથી સજ્જ છે અને તેને 12GB RAM સાથે જોડવામાં આવ્યું છે. આ કોમ્બિનેશન ભારે એપ્લિકેશન્સ માટે પરફેક્ટ છે.
- કેમેરા: કેમેરા સેટઅપ ખૂબ આકર્ષક છે. તેમાં 50MP OIS અને EIS સાથેનો પ્રાઈમરી કેમેરા, 8MPનો અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 50MPનો પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
- બેટરી અને ચાર્જિંગ: 6000mAhની બેટરી સાથે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સુવિધા છે. આ ફોન ઝડપથી ચાર્જ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે.
- જળ અને ધૂળ રેઝિસ્ટન્સ: આ ફોન IP69, IP68 અને IP66 રેટિંગ ધરાવે છે, જે તેને વધુ મજબૂત બનાવે છે.
Realme 14 Pro સિરીઝની કિંમત અને કલર ઓપ્શન્સ
- Realme 14 Pro:
- 8GB/128GB મોડલ: ₹24,999
- 8GB/256GB મોડલ: ₹26,999
- Realme 14 Pro+:
- 8GB/128GB મોડલ: ₹29,999
- 8GB/256GB મોડલ: ₹31,999
- 12GB/256GB મોડલ: ₹34,999
કલર ઓપ્શન્સ:
Realme 14 Pro 5Gને જયપુર પિંક, પર્લ વ્હાઇટ, અને સાબર ગ્રે કલર્સમાં ખરીદી શકાય છે.
Realme 14 Pro+ પર્લ વ્હાઇટ, સાબર ગ્રે, અને બિકાનેર પર્પલ કલર્સમાં ઉપલબ્ધ છે.
Realme 14 Pro સિરીઝ પર મળતા ખાસ ઓફર્સ
- ડિસ્કાઉન્ટ:
- Realme 14 Pro+: ટોપ-એન્ડ મોડલ પર ₹4,000 સુધીની છૂટ.
- Realme 14 Proના બધા મોડલ પર ₹2,000 સુધીની છૂટ.
- એક્સચેન્જ બોનસ:
- Realme 14 Pro સિરીઝ પર ₹1,000 સુધીનું એક્સચેન્જ બોનસ ઉપલબ્ધ છે.
- Realme 14 Pro સિરીઝ પર ₹1,000 સુધીનું એક્સચેન્જ બોનસ ઉપલબ્ધ છે.
- બેન્ક ઓફર્સ:
- તમામ મુખ્ય બેન્ક કાર્ડ્સ પર રૂ. 2,000 સુધીની છૂટ.
ક્યાંથી ખરીદવું?
આ બંને સ્માર્ટફોન આજે બપોરે 12 વાગ્યાથી Flipkart, Realmeની અધિકૃત વેબસાઈટ અને અન્ય રિટેલ ચેનલ પર ઉપલબ્ધ છે. જો તમારું બજેટ આ સેગમેન્ટમાં છે, તો આ સેલ ચૂકવા જેવું નથી!
Your blog post was a real eye-opener for me. Thank you for challenging my preconceived notions and expanding my worldview.
Your blog post was exactly what I needed to read right now. It’s amazing how you always seem to know just what to say.