મુંબઈ: બોલિવૂડના શહેંશાહ અમિતાભ બચ્ચને 2021માં 31 કરોડમાં ખરીદેલ એક મોટો ડુપ્લેક્સ ફલેટ હવે 83 કરોડમાં વેચી દીધો છે. આ ફલેટ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલ છે અને એક પોશ બિલ્ડિંગમાં છે.
આ ફલેટ વિષે શું ખાસ છે?
- કહાં છે ફલેટ?
ફલેટ અંધેરીની ધ એન્ટલાન્ટિસ બિલ્ડિંગમાં 27મા અને 28મા માળ પર આવેલું છે. - કેટલો મોટો છે?
આ ફલેટ 5,185 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેની સાથે 6 કાર પાર્કિંગની સુવિધા છે. - કેટલા પૈસા લાગ્યા?
ફલેટ વેચાણ માટે 4.98 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી અને 30,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવી હતી.
ફલેટ ભાડે કેમ આપ્યો હતો?
અમિતાભે આ ફલેટ ખરીદ્યા બાદ તરત જ ભાડે આપ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન આ ફલેટમાં દર મહિને 10 લાખ રૂપિયાના ભાડે રહી હતી.
અમિતાભનો મોટો નફો
- 31 કરોડમાં લેવાયેલું ફલેટ 83 કરોડમાં વેચી અમિતાભે 52 કરોડનો નફો કમાયો.
- ફલેટ વેચાણનો સોદો 17 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થયો.
બચ્ચન પરિવારનું રિયલ એસ્ટેટમાં રોકાણ
- અમિતાભ અને અભિષેક બચ્ચને 2020થી 2024 વચ્ચે રિયલ એસ્ટેટમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
- ફક્ત 2024માં જ તેમણે 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
- તાજેતરમાં તેમણે બોરીવલી અને મુલુંડમાં પણ નવી પ્રોપર્ટી ખરીદી છે.
આ ફલેટ કેમ ખાસ છે?
- ફલેટમાં મોટા બેડરૂમ, લિવિંગ રૂમ અને બાલ્કની છે, જ્યાંથી શહેરનો સુંદર નજારો મળે છે.
- બિલ્ડિંગમાં જિમ, ક્લબહાઉસ અને સ્વિમિંગ પુલ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ છે.